Connect Gujarat
ગુજરાત

નર્મદા: મિશન-2022, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની કારોબારી બેઠક

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની કારોબારી બેઠક, પદાધિકારીઓ ટ્રેન મારફતે કેવડીયા પહોંચ્યા.

X

આગામી વિધાનસભાની ચૂંટણીનું મંથન કરવા ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગલેવા ભાજપના પદાધિકારીઓ ટ્રેન મારફતે કેવડીયા પહોંચ્યા હતા.

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આજથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે મળવાની છે. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના આપવામાં આવી હતી જે પ્રમાણે પદાધિકારીઓ આજે કેવડિયા ખાતે ટ્રેનમાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાના ધ્યેયને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે.

આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.આ બેઠક માં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી કેવડિયા પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય.

આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.આ બેઠકમાં પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાશે.

Next Story