નવસારી જિલ્લાના બીલીમોરાના એક યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ જીવનલીલા સંકેલી નાખી હતી.રોનક લાડ નામના યુવકે આર્થિક સંકડામણથી તંગ આવીને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
નવસારી જિલ્લાના બીલીમોરાના આંતલીયા જી.ઈ.બી. કચેરી સામે આવેલો વાત્સલ્ય બંગલો નંબર- ૩૨માં રહેતો રોનક જીતેન્દ્રભાઈ લાડ ઉ.વ.25ના પિતા 8 વર્ષ અગાઉ મરણ પામ્યા હતા. તેના પરિવારમાં તેની માતા અને એક બહેન છે.બહેનના લગ્ન થઈને તે કેનેડા જઈને વસી છે. અહીં રોનક અને તેની માતા કલ્પનાબેન રહેતા હતા.
યુવકે આપઘાત કરતાં પહેલા સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટ:-
રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો. આર્થિક સંકડામણથી ઘેરાયેલો રોનક હતાશ થઈ ગયો હતો તેણે સોશિયલ મિડિયા પર મોત પૂર્વે મેસેજ વાયરલ કર્યા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મરનાર રોનકના નાના દિનેશ ધનજીભાઈ લાડે બીલીમોરા પોલીસમાં જાણ કરી હતી.પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રોનક લાડે સોશિયલ મિડીયામાં So sorry everyone, By mistake if I have hurted you, My time on this earth is over now, I have taken a step. Just because I was going through lots of trauma and depression,So I decided to end over here.