નવસારી: મરીન પોલીસ સ્ટેશનના PI રૂ.1.44 લાખના મોબાઈલની લાંચ લેતા ACBએ કરી રંગેહાથ ધરપકડ

નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં 1.44 લાખનો એપ્પલ કંપનીનો મોબાઈલ માંગ્યો હતો.

New Update
Advertisment

a

Advertisment

નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં 1.44 લાખનો એપ્પલ કંપનીનો મોબાઈલ માંગ્યો હતો. જે અંગે ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા આખરે PI લાંચ રૂશ્વત વિરોધી શાખાના છટકામાં આબાદ કેદ થઇ ગયા છે.

નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો ફરિયાદીને જોઈતો હતોજેથી ફરિયાદીને પોલીસ ઈન્સ્પેક્ટરે અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી.હાલમાં નવો લોન્ચ થયેલા એપ્પલ કંપનીનો IPHONE 16ની તેમણે લાંચ તરીકે માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ એપલ કંપનીનો IPHONE આપવા માંગતા ન હતા તેથી ACBમાં આ અંગેની ફરિયાદ કરી હતી.અને તેઓની ફરિયાદને આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું.

 આ ટ્રેપ દરમિયાન PI દિનેશ જમનાદાસ કુબાવતે 1,44,900 કિંમતનો IPHONE મોબાઈલ સ્વીકારતા રંગે હાથ પકડાઈ જતા ACBએ તેઓની  ધરપકડ કરી છે. આરોપી અધિકારી ટૂંકા સમયમાં રિટાયર થવાના હતા તે અગાઉ ACBમાં તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

Latest Stories