Connect Gujarat
ગુજરાત

નવસારી : ફોર્ચ્યુનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત બાદ ફોર્ચ્યુનરમાંથી મળી આવ્યો દારૂનો જથ્થો, પોલીસ તપાસ શરૂ...

ચીખલી તાલુકાના ચિતાલી ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે ઇકો કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

X

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે ઇકો કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે, ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે ઇકો કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકો કારમાં સવાર કેટલાક લોકો જોગવડથી ટાકલ ઘર વખરીનો સામાન લેવા જતાં હતા, તે દરમ્યાન સામેથી આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના બનાવની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ અકસ્માત અંગેની જાણ ચીખલી પોલીસને કરવામાં આવી હતી. તો બીજી તરફ, ચીખલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી ફોર્ચ્યુનર કારની તપાસ કરતાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 80 હજારથી વધુ આંકવામાં આવી છે, જ્યારે અકસ્માત સર્જી ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થતાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

Next Story