અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવા કામગીરીને હવે "બુલેટ" વેગ આપવામાં આવી રહયો છે...
અમદાવાદ અને મુંબઇ વચ્ચે આગામી વર્ષોમાં બુલેટ ટ્રેન દોડવા જઇ રહી છે. બુલેટ ટ્રેન માટે આણંદ બાદ હવે નવસારી જિલ્લામાં ગડર નાંખવાની કામગીરી શરૂ કરાય છે જેનો રેલ રાજયમંત્રી દર્શના જરદોશના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો..અમદાવાદ અને મુંબઇ વચ્ચેનું 508 કીમીનું અંતર કાપતા હાલ ટ્રેનમાં 8 થી 9 કલાકનો સમય લાગે છે જે બુલેટ ટ્રેનમાં 2 કલાકનો થઇ જશે. નવસારીના હાઇવે પાસેથી અડીને આવેલા નસીલપોર ગામ પાસે હાઇ સ્પીડ રેલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહયું છે. હાઈ સ્પીડ કોરિડોરના ઉપર સ્પાનના 40 મીટર સાંચામાં કોન્ક્રીટ સિમેન્ટ ભરવામાં આવશે. સ્પાનના સાંચા બનાવવામાં આવ્યાં છે તેમાં કોન્ક્રીટ ભરીને તેને પૂર્ણ સ્વરૂપ આપવાની કામગીરી રેલવે વિભાગ દ્વારા પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં થઇ રહી છે. અગાઉ ફૂલ સ્પાન કાસ્ટિંગ કાર્યક્રમ સૌ પ્રથમ વડોદરામાં યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઇ -2022 સુધીમાં સુરત અને બિલીમોરા સ્ટેશન વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન છે.