Connect Gujarat
ગુજરાત

નવસારી: દરિયાકિનારાના પર્યટન સ્થળો પર સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓનો અભાવ

26-11 ના આતંકી હુમલા બાદ દરિયાકિનારાની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્યસરકારો ગંભીર બની હતી.

નવસારી: દરિયાકિનારાના પર્યટન સ્થળો પર સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓનો અભાવ
X

26-11 ના આતંકી હુમલા બાદ દરિયાકિનારાની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્યસરકારો ગંભીર બની હતી.જેમા નવસારી જિલ્લાના ઊભરાટના દરિયાકિનારે 4 વર્ષ પહેલા સુરક્ષા હેતુના હેતુ માટે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા જાણે ઇતિહાસ જ બની ગયા છે .


નવસારી જિલ્લાના 52 કીલોમીટરના દરિયાકિનારાની સુરક્ષાએ જિલ્લા પોલીસના દાયરામા આવતી હોય છે જેમા 26-11 ના આતંકી હુમલા બાદ કેન્દ્રસરકાર દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે કટીબધ્ધ બની છે અને દર ત્રણ મહિને ઓપરેશન સાગર સુરક્ષા કવચની મોકડ્રીલ કરવામા આવતી હોય છે જેમા નવસારી જિલ્લાના ધોલાઈ બંદર તથા ઊભરાટ અને દાંડીના દરિયાકિનારાઓ પર સધનચેંકીગ હાથ ધરવામા આવતુ હોય છે.ઊભરાટના દરિયાકિનારે 4 વર્ષ પહેલા સીસીટીવી કેમેરા મુકી સુરક્ષાને સધન બનાવવામા આવી હતી.સુરત તથા અન્ય જિલ્લાઓમાથી આવતા પર્યટકોથી દરિયાકિનારો ઊભરાતો હોય છે પરંતુ એકેય સીસીટીવી કેમેરો દેખાતો નથી તો સાથે જ અહી આવતા પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળે એવી માગ કરી રહ્યાં છે

દિવાળીની રજાઓ માણવા માટે નવસારી અને આસપાસના વિસ્તારના લોકો માટે દાંડી અને ઉમરેઠ દરિયા કિનારોએ પહેલી પસંદ બની ગયું છે આશરે બે વર્ષ બાદ ખેલાડીઓ માટે નવસારી જિલ્લાના બંને દરિયા કિનારા પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે પરંતુ સુરક્ષાના નામે મીંડું જોવા મળી રહ્યું છે દર વર્ષે તહેવારો સમયે દરિયામાં નહાવા ગયેલા સહેલાણીઓમાંથી મહદંશે પાણીમાં ડૂબી જવાના અનેક બનાવો સામે આવે છે, દરિયામાં ડુબતા લોકોને બચાવવા માટે અહીં પરમેનેન્ટ લાઇફ સેવિંગ આજ દિવસ સુધી મૂકવામાં આવ્યા નથી દરિયાકિનારે નજીક આવેલા ગામોમાં રહેતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા આવા લોકોને અનેકવાર બચાવી લેવામાં આવ્યા છે પરંતુ કોઈક વાર ડૂબતા લોકોને બચાવવામાં સફળતા મળતી નથી. ત્યારે આવા લોકો પર નજર રાખવા માટે સ્થાનિકો પર્મનેન્ટ ગાર્ડને સીસીટીવી મુકવાની માંગ કરી રહ્યા છે

Next Story