/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા 132 આરોપીઓને તાકીદ
LCBકચેરી ખાતે જિલ્લા પોલીસવડા એ સાનમાં સમજાવ્યા
ગુનેગારી છોડો કા ગુજરાત છોડોનું સૂત્ર અપનાવવા હાંકલ
સમાજ માટે ખતરો બનેલા આરોપીઓનેસુધરવાની તક અપાઈ
મહિલા આરોપીઓ માટે પુનર્વસનની યોજના પણ અમલી બનશે
નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા,અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામને ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડી દેવા માટે ચેતવણી આપી હતી.
ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવાન બની રહ્યું છે, નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓનેLCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા. જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી હતી.
દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે, તેવા તમામને નવસારીLCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાંકલ કરી છે, રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે, આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલા લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/07/10/rajasthan-2025-07-10-17-45-04.jpg)