Connect Gujarat
ગુજરાત

નવો "નિયમ" : વાહનચાલકો માટે કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રાલયની મોટી જાહેરાત, વાંચો વધુ...

નવો નિયમ : વાહનચાલકો માટે કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રાલયની મોટી જાહેરાત, વાંચો વધુ...
X

કેન્દ્ર સરકાર વાહન ચાલકો માટે આગામી તા. 1 એપ્રિલથી નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. જેમાં અકસ્માત પીડિતે દરેક અકસ્માતની માહિતી પોલીસને આપવી પડશે. તો આ સાથે જ અકસ્માત પીડિતોને 120 દિવસની અંદર સહાય વળતર પણ મળી જાય તેવી આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન ચાલકો માટે એક નવો નિયમ જારી કર્યો છે. નવા નિયમ અનુસાર, હવેથી દરેક વ્યક્તિએ પોલીસને દરેક એક્સિડન્ટની માહિતી આપવી પડશે, જો કોઈ વ્યક્તિના વાહનને નુકશાન થયું હોય અથવા તો સંપત્તિને કોઈ નુકશાન થયું અથવા તો માર્ગ અકસ્માતને કારણે ઈજા થઈ હોય તો તેની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે. આ સાથે જ અકસ્માત પીડિતોના વળતર માટેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. મંત્રાલયે બહાર પાડેલી જાહેરાતમાં એવું જણાવાયું છે કે, માર્ગ અકસ્માત પીડિતાના વીમાના દાવાની માંડવાળ માટેનો સમય પણ ઘટાડી નાખશે. એટલે કે, પહેલાની તુલનાએ ઓછા સમયમાં એટલે કે, 120 દિવસની અંદર પીડિતોને સહાય વળતર આપવાનો નિયમ છે. આ નવો નિયમ આગામી તા. 1 એપ્રિલથી લાગુ પડશે. જોકે, મંત્રાલયના આ સરાહનીય નિર્ણયથી પીડિત પરિવારોને પણ ફાયદો થવા જઈ રહ્યો છે.

Next Story