Connect Gujarat
ગુજરાત

હવે ભગવાધારી હાર્દિક, હાર્દિકનું વોટ્સઅપ ડીપી બદલાયું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે 2 દિવસ પહેલા વોટ્સએપ ડીપી ચેન્જ કરી નાખ્યું હતું આ ડીપી માંથી કોંગ્રેસનો પંજો નીકળી ગયો છે

હવે ભગવાધારી હાર્દિક, હાર્દિકનું વોટ્સઅપ ડીપી બદલાયું.
X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે 2 દિવસ પહેલા વોટ્સએપ ડીપી ચેન્જ કરી નાખ્યું હતું આ ડીપી માંથી કોંગ્રેસનો પંજો નીકળી ગયો છે, પણ ફેસબુક અને ટ્વિટરમાં એ જ પ્રોફાઈલ પિક્ચર છે જે વ્હોટ્સએપમાં હતું. ઇન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે.પણ આજે હાર્દિક પટેલના ડીપીમાં ભગવો કમછો ધારણ કરેલ ફોટો પોસ્ટ થતા ફરીવાર રાજનીતિ ગરમાઈ છે જાણકારોના મતે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજા ની નિશાની વાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે હું લડીશ અને જીતીશ.

હાર્દિક પટેલ છેલ્લા થોડા દિવસોથી જે રીતે કોંગ્રેસ સામે અસંતોષનો ભાવ વ્યક્ત કરે છે અને ભાજપના ગુણગાન ગાય છે એ જોતાં ગુજરાતના રાજકારણમાં કોઈ નવા જૂનીનાં એંધાણ થાય તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ પક્ષની નેતાગીરી થી નારાજ છે. દિલ્હીમાં હાઇકમાન્ડને મળ્યા પછી તેમણે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાવા નો સંકેત આપી દીધો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે અને ભાજપની લીડરશીપ માં નિર્ણયો લેવાની ક્ષમતા છે.હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં તૈયારી કરી રહ્યો છે ? વોટ્સએપ પર પોસ્ટ કરેલા તેના નવા ફોટા માંથી શું જોઈ શકાય છે હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વ થી નારાજ છે. ઘણી વખત તે પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

Next Story