Connect Gujarat
ગુજરાત

આગામી 12મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીખલીના ખૂડવેલ ગામે સંબોધશે સભા

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે.

આગામી 12મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીખલીના ખૂડવેલ ગામે સંબોધશે સભા
X

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે. રેલી સાથે શક્તિ પ્રદર્શનોની મૌસમ ખીલી ઉઠી છે. દરેક રાજકીય પાર્ટીના આગેવાનો ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. તેવામાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી જૂને આવશે.

પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા અનેક સમયથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ નારાજ થયો છે. લાંબા સમયથી આ મામલે રેલીઓ આવેદન પત્ર અને સરઘસ કાઢીને આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ગઢ સમાન આદિવાસી વિસ્તારોની બેઠકો કબ્જે કરવા માટે હવે ભાજપે માસ્ટર સ્ટ્રોક સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વિસ્તારમાં ઉતારીને વિરોધીઓ સામે હુકમનો એક્કો ફેક્યો છે. વાસદાં વિધાનસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પોતાની લોકપ્રિયતા બરકરાર રાખી શક્યા છે. જેને કારણે ભાજપે આ બેઠક કોઈપણ ભોગે કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. નવસારીના સાંસદ સીઆર પાટીલે આ બેઠક રાજકીય રીતે દત્તક પણ લીધી છે.

Next Story