Connect Gujarat
ગુજરાત

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી, બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી, બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ
X

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોને નષ્ટ કર્યા હતા.

માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની બીજી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ હુમલાખોરોને ભગાડી દીધા હતા.આ દરમિયાન સશસ્ત્ર દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.

Next Story