Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: રાયોટિંગના ગુનામાં 17 મહિલાઓને જામીન મળતા સ્વાગત કરનારા 500 લોકો સામે ગુનો નોધાયો

જેલમાંથી છૂટીને ગામમાં આવતા તેમના સ્વાગત માટે સ્થાનિકો લોકો ઉમટી પડ્યા હતા. કોરોના ગાઈડ્લાઇનના ધજાગરા ઉડાવ્યા

X

પંચમહાલ જિલ્લાના કાલોલમાં પણ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. રાયોટિંગના ગુન્હામાં 17 મહિલા આરોપીઓને જામીન મળતા તેઓનું ગામમાં ભવ્ય સ્વાગત માટે સ્થાનિકો લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કોરોના નિયમોનું ઉલંઘન 500 લોકો સામે ગુનો નોધ્યો છે.

પંચમહાલ જિલ્લાના કાલોલમાં રાયોટિંગના ગુન્હાના 17 જેટલી આરોપી મહિલાઓને હાઈકોર્ટ માંથી જામીન મળતા જેલમાંથી છૂટીને ગામમાં આવતા તેમના સ્વાગત માટે સ્થાનિકો લોકો ઉમટી પડ્યા હતા. અને કોરોના ગાઈડ્લાઇનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, કાલોલમાં 11 જુલાઇએ બે યુવકની ગૌમાસને લઇને મારામારી થતા કાલોલમાં વાતાવરણ ડોહળાતા બે જુથના લોકો સામસામે આવીને પથ્થરમારો કર્યો હતો. લઘુમતી કોમનું એક જુથ કાલોલ પોલીસને ઘેરો ધારીને પોલીસ પર હુમલો કરીને ચાર પોલીસકર્મીઓને ઘાયલ કર્યા હતા. જેમા પોલીસે 106 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાથી 17 સ્ત્રીઓને કોર્ટ દ્વારા જામીન મળતા લઘુમતી વિસ્તારમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જનમેદની ઉમટી હતી અને કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓને ખાનગી વાહન દ્વારા આ વિસ્તારમાં લવાતા કોરોનાના નિયમનો ભંગ કરી જનમેદની તેમના સ્વાગત માટે ભેગી થઈ હતી. હાલ તો પોલીસ દ્વારા વૈશ્વિક કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરતા 500 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story