Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,પોલીસે 2 આરોપીની કરી અટકાયત

યાત્રાધામમાં ધમધમતા વિદેશી દારૂના સ્ટેન્ડ ઉપર વિજિલન્સની રેડ થતા હાલોલ તાલુકાના અનેક બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

X

સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલના હાલોલ પાવાગઢ વિજિલન્સની ટીમે ગેસ્ટ હાઉસમાં છાપો મારી આજુબાજુના ખેતરોમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.દારૂના જથ્થા સાથે બે ઈસમો, બે સ્કુટરો અને એક કાર ઝડપાઇ છે.

યાત્રાધામમાં ધમધમતા વિદેશી દારૂના સ્ટેન્ડ ઉપર વિજિલન્સની રેડ થતા હાલોલ તાલુકાના અનેક બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. વિઝીલનસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી દારૂનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો. હાલ આ દારૂના જથ્થા સાથે બે ઈસમો વિશાલ પંડ્યા અને રાકેશ સોલંકીની અટકાયત કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર રાજુ બુટલેગર હાથ લાગ્યો ન હતો. વિજિલન્સના અધિકારીએ દારૂનો જથ્થો પકડી ગણતરી કરી પાવાગઢ પોલીસ મથકે સોંપવાની કામગીરી શરૂ કરી હતી.

Next Story