પાટડી : વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી
પેટા- પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો પેટા- સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં ધૂળેટીના પાવન પર્વ નિમીત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારાયું છે. અને પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ઉપક્રમે વર્ણીન્દ્ર મહાપ્રભુનું 500 કિલો પાંખડીથી અભિષેક થયો હતો. આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર , સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને ત્રણ દિવસના પૂજનોત્સવ સહ મંગલ મહોત્સવમાં આવનારા શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકએ જણાવ્યું હતુ.








બોક્સ- આ મંદિરની આગવી વિશેષતાઓ
* 20 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ "વર્ણીન્દ્રધામ" મંદિર
* 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણી
* નીલકંઠ સરોવરમાં નિત્ય ઠાકોરજીનો નૌકાવિહાર
* રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા
* નીલકંઠધામની પેઠે વર્ણિન્દ્રપ્રભુનો નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ, નિત્ય મહાઅભિષેક
* સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન
* આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગ
* રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM...
1 July 2022 4:17 AM GMTકચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1 July 2022 3:44 AM GMTભરૂચ: મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
1 July 2022 3:08 AM GMTનાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMT