Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ સહિત વિપક્ષી શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે, વાંચો કારણ

કોંગ્રેસ સહિત વિપક્ષી શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે, વાંચો કારણ
X

પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે. જ્યારે ભાજપ શાસિત 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો (UT)એ વેટમાં કાપ મૂક્યો હતો, ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ શાસિત રાજ્યોએ વેટ ઘટાડવાનો ઇનકાર કર્યો છે.વેટમાં ઘટાડો ન કરવાનારા 12 રાજ્યો અને એક UTએ તેના પાછળ બજેટ ખરાબ થવાનો હવાલો આપ્યો છે.

સરકારી તેલ કંપનીઓએ જાણકારી આપી છે કે શુક્રવારે સાંજ સુધી 13 રાજ્યો અને એક UTએ પેટ્રોલ-ડિઝલ પર વેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, મેઘાલય, આંદામાન અને નિકોબાર અને ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જોકે, શુક્રવારે રાત્રે ઓરિસ્સાએ પેટ્રોલ અને ડીઝલ પર નો વેટ 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડ્યો હતો.પેટ્રોલ-ડીઝલ પર વેટ ન ઘટાડવા બદલ ભાજપે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ટેક્સ ન ઘટાડવા બદલ આકરા પ્રહાર કર્યા હતા. ભાટિયાએ કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથે પેટ્રોલ અને ડીઝલમાં 12 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. આ ઘટાડો કેન્દ્રથી અલગ છે.

Next Story