PM મોદીનું જામનગરમાં આગમન, આવતીકાલે સવારે વનતારાની મુલાકાત લેશે

જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 

New Update
PM modi gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થયું છે. એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 

Advertisment

2 માર્ચે PM મોદી વનતારાની મુલાકાતે જશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ PM મોદી 1:30 વાગ્યે સીધા સોમનાથ પહોંચશે. બપોરે 2:15 વાગ્યે સોમનાથ મહાદેવ દર્શન કરશે. બપોરે 3.00 વાગ્યે સાસણગીર જવા રવાના થશે. જ્યાં બપોરે 4.00 વાગ્યે પહોંચશે. સાસણગીર ખાતે આયોજિત વન વિભાગની કોન્ફરન્સમા હાજરી આપશે.ત્યારબાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે. 

3 માર્ચે સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત કરશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી રોકાશે. 10 વાગ્યે વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ રાજકોટ એરપોર્ટથી PM મોદી બે વાગ્યે દિલ્હી જવા રવાના થશે..

Advertisment
Latest Stories