Connect Gujarat
ગુજરાત

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં આજે કોળી સમાજનું મહાસંમેલન

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જામ્યો છે. જેને પગલે વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ દ્વારા રાજકોટમાં શક્તિ પ્રદર્શન આયોજીત કરાયું છે

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં આજે કોળી સમાજનું મહાસંમેલન
X

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જામ્યો છે. જેને પગલે વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ દ્વારા રાજકોટમાં શક્તિ પ્રદર્શન આયોજીત કરાયું છે જેમાં સમાજના આગેવાનો જોડાશે. ઉલ્લેખનીય છે કે સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે સમાજને આગળ લાવવા અને ચુંટણીમાં સમાજનું પ્રભુત્વ વધે તે અંગે સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન અંગે પણ ચર્ચા વિચારણા કરાશે.

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે રાજકોટમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં સમાજ સંગઠન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન થશે. આ સંમેલન દેવજીભાઈ ફતેપરા યોજશે. દેવજી ફતેપરા કે જેઓ શ્રી વેલનાથ ગ્રુપના અધ્યક્ષ છે. સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલન યોજાવા જઇ રહ્યું છે. દેવજી ફતેપરાએ ન્યારી ડેમ પાસે પોતાના ફાર્મ હાઉસમાં આજે સાંજે 4 વાગ્યે સંમેલનનું આયોજન કર્યું છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્રના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે સંમેલન યોજાશે. ચુંટણી આગાઉ આયોજીત આ સંમેલનમાં સામાજિક અને રાજ્કીય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. વધુમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વેલનાથ ગ્રુપના નેજા હેઠળ દરેક જિલ્લા મથકોએ સમાજના સંમેલન યોજવા અંગે પણ નિર્ધાર કરવામાં આવ્યો છે.

Next Story