Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે દાહોદ હાઇવે પે યોજશે ભવ્ય રોડ શો

ગુજરાતની વિધાનસભા-2022ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ પક્ષો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે દાહોદ હાઇવે પે યોજશે ભવ્ય રોડ શો
X

ગુજરાતની વિધાનસભા-2022ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ પક્ષો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ માં વધી રહ્યા છે. આગામી ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલ પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે અને આગામી તા. 22 થી 24 વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે.

ચૂંટણી પહેલા વડા પ્રધાનની ગુજરાત મુલાકાત વધી રહી છે જેની ભાજપના તમામ એકમો ને સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાનની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં અવર જવર વધશે. ત્યારે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે. સી.આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી 22ની એપ્રિલ ગુજરાતના પ્રવાસે આવશે, જેમનો કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. અહીં તેઓ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. ચાર રાજ્યોના ભવ્ય વિજય બાદ તેઓ દાહોદમાં આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે આપ સૌના સાથ સહકાર થી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રોડ શો બાદ મોદીએ કહ્યું હતું કે રોડ શો ઘણા કર્યા, પણ હાઇવે પર રોડ શો આવો ક્યારેય થયો નથી. પ્રદેશ પ્રમુખે ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે મહીસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદના 3 લાખથી વધુ કાર્યકર્તાઓને ભેગા કરવાનું આહવાન કર્યું હતું. મોદીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને લાવવા માટે વાહનવ્યવહારની પણ સગવડ કરાશે.

Next Story