Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ માટે મેદાનમાં આવશે પ્રિયંકા ગાંધી, પ્રદેશ નેતા અને આગેવાનો સાથે કરશે ચર્ચા

રાજ્યના 4 ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે પ્રિયંકા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

ગુજરાત કોંગ્રેસ માટે મેદાનમાં આવશે પ્રિયંકા ગાંધી, પ્રદેશ નેતા અને આગેવાનો સાથે કરશે ચર્ચા
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે જોરશોરથી પ્રચાર આરંભી દીધો છે. કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતના પ્રવાસ કરવા માંડ્યાં છે, ત્યારે કોંગ્રેસમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આગામી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. રાજ્યના 4 ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આગામી સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સંમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાનો તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. સૂત્રો કહે છે કે, પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવો. ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતો કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.

Next Story