Connect Gujarat
ગુજરાત

PSI અને LRD ભરતી : રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર લેવાશે શારીરિક પરીક્ષા

ગુજરાત પોલીસની PSI અને LRDની ભરતીમાં 12 લાખ જેટલાં યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે.

PSI અને LRD ભરતી : રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર લેવાશે શારીરિક પરીક્ષા
X

ગુજરાત પોલીસની PSI અને LRDની ભરતીમાં 12 લાખ જેટલાં યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે. એના માટેના કોલ લેટર આજથી 26 નવેમ્બર થી ઓનલાઈન ડાઉનલોડ કરવાના છે. આ દોડની પરીક્ષાનું આયોજન રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે, જેનું લિસ્ટ સામે આવી ગયું છે.શારીરીક કસોટીમાં ગણતરીના દિવસો બાકી હોવાના કારણે ઉમેદવારો મેદાન પર છેલ્લી ઘડીએ આકરી મહેનત કરી રહ્યા છે, જેથી કરી નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરીને તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે.સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાનાર છે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોક રક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે

Next Story
Share it