Connect Gujarat
ગુજરાત

રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, કુંવરજી બાવળિયાએ લખ્યો પત્ર

રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિવાદ વધી રહ્યો છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વાસાણીએ રાજીનામું આપ્યું છે.

રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, કુંવરજી બાવળિયાએ લખ્યો પત્ર
X

રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિવાદ વધી રહ્યો છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વાસાણીએ રાજીનામું આપ્યું છે. જેમા હવે પૂર્વ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા તેમના સમર્થનમાં આવ્યા છે અને તેમણે મનસુખ રામાણી સામે ગંભીર આક્ષેપો કર્યો છે.છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિવાદ વધી રહ્યો છે. ત્યારે વધુમાં ફરી રાજકોટ ભાજપનું વાતાવરણ ગરમાયું છે. જેમા જસદણ તાલુકાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા ને લઈને મામલો બરોબરનો ગરમાયો છે.

આપને જણાવી દઈએ કે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ રાજીનામું દીધું છે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ રાજીનામું આપી દીધા બાદ હવે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હવે તેના સમર્થનમાં આવ્યા છે. જેથી આ સમગ્ર મુદ્દે મામલો હવે ગરમાયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હવે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખ્યો છે.જેમા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. જોકે તેમણે રાજીનામું આપી દીધું છે. સાથે જ તેમણે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. કે ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી તેમણે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિવાદ વધી રહ્યો છે. તેવામાં મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વાસાણીએ રાજીનામું આપી દીધું અને તેના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હવે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી દીધો છે.

Next Story