Connect Gujarat
ગુજરાત

રાજકોટ: ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમ સીમાએ, જયેશ રાદડિયા પર ભાજપના જ નેતાઓનો આક્ષેપ

રાજકોટ: ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમ સીમાએ, જયેશ રાદડિયા પર ભાજપના જ નેતાઓનો આક્ષેપ
X

રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ ફરીવાર સપાટી પર આવ્યો છે. જેમાં જયેશ રાદડિયા સામેનુ જૂથ ફરીવાર સક્રિય બન્યું છે. નીતિન ઢાંકેચા,હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયા જયેશ રાદડિયા વિરુદ્ધ સરકાર સહકાર સચિવ સહિત રજૂઆત કરાઈ છે કે, જો જયેશ રાદડિયાના ભ્રષ્ટાચાર સામે પગલા ભરવામાં નહીં આવે તો તેઓ દ્વારા કોર્ટ નો સહારો લેવામાં આવશે. ફરી એકવાર ચૂંટણી નજીક આવતા રાજકોટમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે.

રાજકોટમાં ભાજપના નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા જૂથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જયેશ રાદડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. જેમાં તેઓ દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે રજીસ્ટ્રાર શાખા માં લેખિતમાં પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ આ મુદ્દે કોઈ પગલાં ભરવામાં ન આવતા ભાજપના આ જૂથે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી સમયમાં રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો કોર્ટના અમારા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવા માં આવશે. નીતિન ઢાંકેચા જૂથે રાદડિયા વિરુદ્ધ રાજકોટ જિલ્લા બેંકમાં પટાવાળા ની ભરતી માં કૌભાંડના આક્ષેપ લગાવ્યા છે. જેમાં 900 પ્યુન બઢતીથી કલાર્ક બનાવવાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા બેંકના પ્યુન ની ભરતી માં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે નીતિન ઢાંકેચા સહીતના ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુન ની ભરતી માં રાદડિયા રૂ.45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરાઈ હતી. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે 3 માસના રોજમદાર તરીકે પ્યુન ની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુન ને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુન પાંચ વર્ષ બાદ ક્લાર્ક પ્રમોશન પણ આપી દેવાયું છે.

Next Story