Connect Gujarat
ગુજરાત

આ'કરી ગરમી સહન કરવા રહેજો તૈયાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી હિટવેવની આગાહી...

સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું.

આકરી ગરમી સહન કરવા રહેજો તૈયાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી હિટવેવની આગાહી...
X

સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું. લોકોએ માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેના કારણે ગરમીથી થોડી રાહત અનુભવાય છે. જોકે, આગામી શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા તા. 26 અને 27 માર્ચના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી 5 દિવસ સુધી લોકો બેવડી ઋતુનો પણ અનુભવ કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે તા. 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધશે. સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ સર્જાયું છે. જોકે, ગત અઠવાડિયા કરતા હાલ ગરમીથી થોડી રાહત મળી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી શનિવારથી ફરી ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Next Story