Connect Gujarat
ગુજરાત

મોંઘવારીમાં "રાહત" : રૂ. 1.40 કરોડને પાર થયેલ GST કલેક્શન સરકાર માટે આશીર્વાદરૂપ...

કેન્દ્ર સરકારે ગત 31 મેના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 86912 કરોડ રૂપિયા GST ભરપાઈ જાહેર કર્યું છે

મોંઘવારીમાં રાહત : રૂ. 1.40 કરોડને પાર થયેલ GST કલેક્શન સરકાર માટે આશીર્વાદરૂપ...
X

દેશમાં ફરીવાર GST કલેક્શન સુપર પાવર સાબિત થયું છે. GSTના મોર્ચે ફરી એક વાર સરકારને ભારે ભરખમ કલેક્શન થયું છે. વર્ષ 2022ના મે મહિનામાં એકઠા થયેલ ગ્રોસ GST કલેક્શન 1,40,885 કરોડ રૂપિયા છે. તેમાંથી CGST 25,036 કરોડ રૂપિયા, SGST 32,001 કરોડ રૂપિયા, IGST 73,345 કરોડ રૂપિયા અને ઉપકર 10,502 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

ગત વર્ષે આ મે મહિનામાં 97,821 કરોડ રૂપિયા GST રેવન્યુથી 44 ટકા વધારે છે. તેથી GST કલેક્શન વધવું સારા સંકેત છે. આ સારા સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે ગત 31 મેના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 86912 કરોડ રૂપિયા GST ભરપાઈ જાહેર કર્યું છે, તો વળી GST લાગૂ થયા બાદથી ચોથી વાર છે, જ્યારે કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. તો વળી માર્ચ 2022થી સતત ત્રીજો મહિનો છે, જ્યારે કલેક્શન આ સ્તર ને પાર કર્યું છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં GST લાગૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આમ મોંઘવારીના સમયમાં GST કલેક્શન સરકાર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

Next Story