ઈંધણના ભાવમાં "ભડકો" : ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, પ્રતિ લિટરે ભાવ રૂ. 100 નજીક પહોચ્યો
ગુજરાતમાં આજે ફરી એકવાર પેટ્રોલના પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલના પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો

ગુજરાત રાજ્યમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. જેમાં પેટ્રોલના પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલના પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો છે, ત્યારે નવા ભાવ વધારા સાથે સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત પ્રતિ લિટરનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં વધતાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે. રાજ્યના 8 મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે. તો ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે, જ્યારે રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે. તો સાથે જ વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે., જ્યારે જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે. તો સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે, જ્યારે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.98 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.10 રૂપિયા પર પહોંચી છે. આમ ગુજરાત ભરમાં વધતાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો સામન્ય નાગરિકોને દઝાડી રહ્યો છે.