Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિમતનગરમાં શંકાસ્પદ લપ્પી વાયરસ વાળી ગાય ફરતી જોવા મળી

સાબરકાંઠા: હિમતનગરમાં શંકાસ્પદ લપ્પી વાયરસ વાળી ગાય ફરતી જોવા મળી
X

રાજ્યભરમાં લમ્પી વાયરસને કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યા છે ત્યારે લમ્પીના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં પશુપાલન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. હિંમતનગરમાં શંકાસ્પદ લમ્પી વાયરસથી સંક્રમિત હોય તેવી ગાય રસ્તા પર ફરી રહી છે.શહેરના છાપરિયા વિસ્તારમાં ગાય ફરી રહી છે.

ગાયના શરીર પર લમ્પી વાયરસના લક્ષણો સ્પષ્ટ જોવા મળ્યા છે. આ ગાય રસ્તા પર ફરી રહી છે, ત્યારે તે અન્ય ગાયોને પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ તંત્રને જાણે કંઈ પડી ન હોય તેમ હજુ સુધી ગાયનું સેમ્પલ પણ લેવામાં નથી આવ્યુ. જો કે શહેરના કેટલાક પશુ પ્રેમીઓની નજર આ ગાય પર પડતા તેમણે ગાયને બાંધી દીધી હતી અને વેટરનરી ડૉક્ટરને બોલાવી તાત્કાલિક ગાયનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.રાજ્યમાં 17 જિલ્લાના 1,746 ગામોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે.1,746 ગામોમાં કુલ 50,328 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.

Next Story