પ્રાંતિજમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
મુંબઈથી ઉદેપુર જતી બસને નડ્યો અકસ્માત
બસમાં સવાર ત્રણ મુસાફરોના કરૂણ મોત
7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા, જ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીકથી મુંબઈ બોરીવલીથી ખાનગી બસમાં મુસાફરો રાજસ્થાનના ઉદેપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકમાં ખાનગી બસ ધડાકાભેર ઘુસી ગઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી.
સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર એક મહિલા સહિત ત્રણ મુસાફરોના કરૂણ મોત નીપજ્યું હતું.અડધો કલાકની જહેમત બાદ બસના પતરા કાપીને મૃતદેહ બહાર કઢાયા હતા.અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડાયા હતા.જ્યારે 7 ઘાયલ મુસાફરોને સારવારમાં અર્થે ખસેવામાં આવ્યા હતા.ઘટનામાં પ્રાંતિજ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.