સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બાઇકચોર હિંમતભેર બાઇકની ચોરી કરી નાસી છૂટ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આવેલ આકાશગંગા કોમ્પ્લેક્સમાંથી બાઈક ચોરાય જવાની ઘટના બની છે. જેમાં એક શખ્સ બાઇક ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઇકની ચોરી કરીને અજાણ્યો તસ્કર બાઈક લઈને ફરાર થઇ જાય છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસની પેટ્રોલિંગ અને સકર્કતા છતાં સાબરકાંઠા જિલ્લામાં બાઈક ચોરીના કેસ સતત વધી રહ્યા છે. ઘણીવાર પોલીસ બાઈક ચોરીને રોકવામાં નિષ્ફળ જતી હશે, પણ ત્યારબાદ બાતમીના આધારે બાઇક ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી પણ લેતી હોય છે. તેમ છતાં સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન બાઈક ચોરીની ઘટનાઓ બની રહી છે. હાલ તો, બાઈકના માલિકે બી' ડિવિઝન પોલીસ મથકે બાઇક ચોરી થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.