Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ચુલ્લા પ્રાથમિક શાળામાં યોજાયો બાળમેળો, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સાબરકાંઠા : ચુલ્લા પ્રાથમિક શાળામાં યોજાયો બાળમેળો, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
X

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડાલી તાલુકાના ચુલ્લા પ્રાથમિક શાળામાં દિવસ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકોની હાજરીમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે બાળકો દ્વારા જુદા જુદા સ્ટોલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, માટીકામ, ચિત્રકામ, રંગોળીકામ, ગૂંથણકામ અને કાગળ કામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપીને ચુલ્લા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હંસાબેન દ્વારા બાળકોને પ્રોત્સાહનરૂપે ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અરવિંદ પટેલના જણાવ્યા અનુસાર, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી બાળકોને નવી દિશા આપી શકાય તે હેતુથી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story