Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : શાકભાજીના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી, તો ઉત્પાદન ઘટતાં ખેડૂતો આંશિક નિરાશ...

શાકભાજીનો હબ ગણાતો સાબરકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. અહીની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારત બહાર પણ પહોંચતી હોય છે.

X

સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે, ત્યારે હાલ તો રીંગણ, ચોરી અને વાલોળ સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો આવતા ખુડૂતો ખુશખુશાલ થયા છે. તો બીજી તરફ, સામે ઉત્પાદન ઘટતાં ખેડૂતોમાં આંશિક નિરાશા જોવા મળી છે.

શાકભાજીનો હબ ગણાતો સાબરકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. અહીની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારત બહાર પણ પહોંચતી હોય છે.અહી ચોમાસુ પાકમાં મુખ્યત્વે વેલાવાળી શાકભાજી સહિત રીંગણ, ભીંડા, તુવેર, ચોરી સહિતની શાકભાજીનું ઉત્પાદન પણ થતું હોય છે, ત્યારે હાલમાં આદુ, ચોરી, તુવેર, ભીંડા સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. વાલોર 1400થી 1500, ચોરી 1400થી 1500, તુવેર 1700થી 1800 તો, રીંગણ 1200થી 1400 પ્રતિ 20 કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત કારેલા, કંકોડા, ભીંડા, વટાણા, પરવળ સહિતની શાકભાજી પણ મોંઘી થઈ છે.

જોકે, ખેડૂતોએ કરેલ ઉત્પાદનના ભાવની વાત કરીએ તો જે પહેલા 200થી 500 રૂપિયે 20 કિલો મળતા હતા, જે અત્યારે 1000થી 1800 રૂપિયા મળી રહ્યા છે. તો એમાય હાલ લીલા શાકભાજીના ભાવ તો આસમાને પહોચ્યા છે. સાથે જ ખેડૂતોને આ વર્ષે વરસાદને લઈ ભારે નુકશાન થયું છે. તો હાલમાં જે શાકભાજી આવે છે, એ પહેલા કરતા 50 ટકા ઘટી ગઈ છે. એટલે ઉત્પાદનમાં ઘટાડો આવતા શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે. આમ તો આ વર્ષે ખેડૂતેને શાકભાજીમાં સારું એવું વળતર મળી રહ્યું છે. જેના પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ, પહેલા પાકનું ઉત્પાદન વધુ અને ભાવ ઓછા હતા, ત્યારે હાલમાં ઉત્પાદન ઓછું છે, અને ભાવમાં તેજી છે. એટલે ખેડૂતોને સરવાળે એક જ થાય છે. જે પહેલા 10થી 20 બોરી લાવતા હતા. જે ઘટીને 5થી 10 બોરી થઈ ગઈ છે. એટલે ખેડૂતો ભાવથી ખુશ છે. પરંતુ ઉત્પાદનથી થોડું દુ:ખ પણ છે. આમ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને લઈને ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે.

Next Story