સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા પુત્રએ વિદેશના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી,પોલીસે કરી ધરપકડ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

New Update
  • હિંમતનગરમાં વિદેશના વર્ક પરમીટનું કૌભાંડ

  • પિતા પુત્રએ આચર્યું વિઝાના નામે કૌભાંડ

  • દેશના જુદા જુદા રાજ્યના લોકો સાથે કરી છેતરપિંડી

  • માતા-પિતા અને પુત્રની ધરપકડ કરતી પોલીસ

  • પિતા-પુત્રના તા.25 સુધીના રિમાન્ડ મંજૂર  

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. અને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી માતા-પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી. આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક એસઆઇટીની રચના કરવામાં આવી હતી. દેશભરના રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હિંમતનગર DYSP અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ કરવામાં આવતા કૌભાંડ આચરનાર પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન SIT ટીમે પિતા-પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા હતા.

સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીરઉત્તરપ્રદેશમધ્યપ્રદેશપશ્ચિમ બંગાળરાજસ્થાનમહારાષ્ટ્ર સહિતના રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે.  લોકો પાસેથી લાખો રુપિયા વિઝા પરમીટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા. વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા લોકોએ ઉઘરાણી કરી હતી.અને  ફોન બંધ કરીને સિંકદર લોઢા અને તેનો પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગુમ થઈ ગયા હતા. જેના કારણે ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના રૂરલ પોલીસ મથકે એકઠા થયા હતા. દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઇ તેની પણ ધરપકડ કરી સબજેલ હવાલે કરાઈ હતી.

Latest Stories