સાબરકાંઠા: વિજયનગરના બાલેટા અને ઇટાવડી ગામમાં મહાકાય અજગર જોવા મળતા ફફડાટ

ઇટાવડી ગામના દરા ફળિયામાં 13 ફૂટ લાંબો અને બાલેટા ગામના સુકા પાડા ફળિયામાં 9 ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં રીતસરનો ભય ફેલાયો હતો.

New Update

સાબરકાંઠા જીલ્લામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને વારંવાર ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત પ્રજાજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના દરા ફળિયામાં 13 ફૂટ લાંબો અને બાલેટા ગામના સુકા પાડા ફળિયામાં 9 ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં રીતસરનો ભય ફેલાયો હતો..

અજગર વિહાર કરતા લોકોમાં નાશભાગ મચી હતી વનવિભાગ તંત્રને જાણ કરતા નોર્મલ રેન્જના કર્મચારી સી.એસ.ચૌધરી તથા એલ પી દૈયા, મગનભાઇ પટેલીયા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંને અજગરને કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો વનવિભાગે અજગરને ઝડપી લેતા બંને ગામના લોકોએ રાહતનો શ્વાસ લિધો હતો

Latest Stories