સાબરકાંઠા : પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપી, 8થી વધુ ઇજાગ્રસ્ત

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,

New Update
  • પ્રાંતિજમાં જૂથ અથડામણની ઘટના

  • મજરા ગામમાં બન્યો બનાવ

  • ધાર્મિક કાર્યક્રમને લઈને સર્જાઈ અથડામણ

  • મકાનમાં તોડફોડ તો વાહનોમાં આગચંપી

  • 8થી વધુ લોકો અથડામણમાં ઈજાગ્રસ્ત 

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતીજેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,આ અથડામણમાં 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી,હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં ધાર્મિક કાર્યક્રમ યોજવા બાબતે બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 8થી વધુ ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છેતેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તોફાની બનેલા ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 100થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત10 જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુંજેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું હતું.

આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવી હતી.

Latest Stories