Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇડરમાં અવિરત મેઘમલ્હાર થતાં ઝરણા વહેવા લાગ્યા, જળાશયોમાં પાણીની આવકમાં વધારો

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પોણા બે અને હિંમતનગરમાં એક ઈંચ વરસાદ વરસતા ઇડર ગઢ પર ઝરણા વહેવા લાગ્યા હતા.

સાબરકાંઠા : ઇડરમાં અવિરત મેઘમલ્હાર થતાં ઝરણા વહેવા લાગ્યા, જળાશયોમાં પાણીની આવકમાં વધારો
X

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પોણા બે અને હિંમતનગરમાં એક ઈંચ વરસાદ વરસતા ઇડર ગઢ પર ઝરણા વહેવા લાગ્યા હતા. આ સાથે જ જળાશયમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો હતો.

ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લામાં બે દિવસ બાદ વરસાદ સોમવારે મધરાત બાદ વસર્દ જીલ્લામાં શરુ થયો છે. જેને લઈને ઇડરમાં પોણા બે ઇંચ અને હિમતનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. તો જળાશયમાં આવકનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 44 મીમી, ખેડબ્રહ્મા 13 મીમી, પ્રાંતિજમાં 06 મીમી,પોશીના 07 મીમી,વડાલી 17 મીમી, વિજયનગર 16 મીમી અને હિંમતનગર 25 મીમી વરસાદ નોંધાયો છે. સોમવાર મધરાત બાદ વરસાદ જીલ્લામાં સર્વત્ર વરસી રહ્યો છે. તો ઇડરમાં 24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો મંગળવારે સવારથી શરુ થયેલ બાદ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેને લઈને ઇડરના ગઢ પર ઝરણા જીવંત થયા છે, અને ખળખળ વહેતા ઝરણા પ્રવાસીઓ અને સ્થાનિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ઇડરમાંથી પસાર થતા લોકોની વહેતા ઝરણા લઈને બે ઘડી નજર ગઢ પરથી વહેતા ઝરણા તરફ ખેચાય છે.

વહેતા ઝરણા વચ્ચે ઈડરિયો ગઢ તો પક્ષીઓના કલરવ વચ્ચે વાદળોમાં ઘેરાયેલો ઇડર ગઢ વાદળો જોડે સંતાકુકડી રમતો ઈડરિયો ગઢ ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અવિરત વરસાદથી ઈડરીયા ગઢ ઉપર આવેલ લખુમા તળાવ, તળેટીમાં આવેલો પ્રાચીન કુંડ, રાણી તળાવ, તેમજ શહેર મધ્યમાં આવેલ રણમલેશ્વર તળાવ અને મહંકાલેશ્વર તળાવ પણ છલોછલ ભરાઈ ગયા છે.વરસાદે વિરામ લેતા જળાશયમાં આવક ઘટી હતી, પરંતુ વરસાદ શરુ થતા જીલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. તો 63 ટકા ભરાયેલ ગુહાઈમાં 2068 કયુસેક, 90 ટકા ભરાયેલ હાથમતીમાં 1500 કયુસેક 95 ટકા ભરાયેલ હરણાવમાં 200 કયુસેક આવક અને 200 કયુસેક જાવક, 62 ટકા ભરાયેલ ખેડવામાં 280 કયુસેક આવક અને 250 કયુસેક જાવક છે. તો જવાનપુરા બેરેજમાં 3433 કયુસેક આવક અને 3433 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. 90 ટકા ભરાયેલા હાથમતી ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ઓવરફલો થઇ શકવાની શક્યતાને લઈને ડીઝાસ્ટર વિભાગ દ્વારા હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી,હિમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર, હિમતનગર એ,બી, ગ્રામ્ય અને ગાંભોઈ પોલીસ સ્ટેશને પણ જાણ કરવામાં આવી છે કે, ગમે ત્યારે હાથમતી નદીમાં પાણી આવવાની શક્યતા છે. જેને લઈને હાથમતી નદી કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારો અને ડીપ બ્રીજો પર નહિ જવા માટે સાવચેત કરાયા છે.

Next Story