Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરની લબ્ધીકુમારીએ 18 + કેટેગરીમાં રશિયામાં કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

આ પ્રથમ વાર છે જ્યારે કોઇ વિદેશી વિદ્યાર્થીએ તેના શિક્ષણકાળ દરમિયાન રશિયા માં MBBS નો અભ્યાસ કરતા કોઈ રશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હોય.

સાબરકાંઠા: હિંમતનગરની લબ્ધીકુમારીએ 18 + કેટેગરીમાં રશિયામાં કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.
X

રશિયાના મોસ્કોના લોબન્યા વિસ્તારમાં તા. 18 થી 11 એપ્રિલ દરમિયાન યોજાયેલ ઓપન રશિયા ચેમ્પિયનશિપ 2022 માં હિંમતનગરની યુવતી પુવાર લબ્ધીકુમારીએ ભાગ લઇ ચેમ્પિયનશિપમાં વિદેશી મહિલા પ્રતિયોગીમાં પ્રથમ સ્થાન મેળવતાં રશિયામાં પ્રતિયોગી નો ડિપ્લોમા એનાયત કરાયો હતો. ચેમ્પિયનશિપમાં રશિયન શિતોરિયુ કરાટેડો ફેડરેશન ના પ્રમુખ સેન્સાઇ એલેક્સી રેપિન, ચેમ્પિયનશિપના મુખ્ય આયોજક સેન્સાઈ તેવ અને રશિયન કરાટે ફેડરેશન ના વરિષ્ઠ અધિકારિઓ હાજર હતા.લબ્ધીકુમારીએ 18+ મહિલા કાતા કેટેગરી માં ભાગ લીધો હતો.

ચેમ્પિયનશિપમાં રશિયાના 300 જેટલા પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો. આ પ્રથમ વાર છે જ્યારે કોઇ વિદેશી વિદ્યાર્થીએ તેના શિક્ષણકાળ દરમિયાન રશિયા માં MBBS નો અભ્યાસ કરતા કોઈ રશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હોય. એસોસિ. ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટસ, પેન્ઝાએ પણ લબ્ધીકુમારીને સન્માન અપાયું છે. લબ્ધીકુમારી ના માતા ના જણાવ્યા અનુસાર એમને પોતાના દીકરી પર ગર્વ છે.લબ્ધીકુમારી ના જણાવ્યા અનુસાર એમને અહીં પહોંચતા ઘણા ઉતાર-ચડાવ જોયા છે. તે આજે જે કાંઈ પણ છે તે માત્ર તેમના માતા ના કારણે છે. સાથે જ તે તેમના સર યુવરાજ સોલંકી, મેસ્કોના તેમના કોચ સેન્સાઈ ઓક્સાના તથા યુનિવર્સિટી નો આભાર માન્યો હતો

Next Story