Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:વડાલી શહેરમાં કપિરાજે બાળક સહિત બે લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

બાળકના હાથના ભાગે કપિરાજે બચકું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

સાબરકાંઠા:વડાલી શહેરમાં કપિરાજે બાળક સહિત બે લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત
X

સાબરકાંઠા જિલ્લાના વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શારદા હાઈસ્કૂલ નજીક આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા એક બાળકના હાથના ભાગે કપિરાજે બચકું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. વડાલી શહેરના શાંતિનગર સોસાયટીમાં રહેતા ધવલ પટેલનો પુત્ર ધ્યાન (ઉંમર. ૧૦ વર્ષ) જે સાઈકલ લઈ હાઈવે પરના કોઠી કંપા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ એક વાનર તેની નજીક આવી જઈ ધ્યાનના હાથના ભાગે બચકું ભરી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે તાત્કાલિક ધ્યાનને વડાલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધ્યાનને ખેડબ્રહ્મા ખાતે લઈ ગયા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા આ બાળકનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા વડાલી ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ નિનામાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ આ વાનરે બીજા એક વ્યક્તિને ઈજાગ્રસ્ત કર્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ વાનરને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા હતા.

Next Story