Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ખેડૂતોની સ્વીટ ક્રાન્તિ, મધની ખેતી કરી મેળવે છે સારી આવક

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકની સાથે સાથ હવે સ્વીટ ક્રાન્તિ તરફ મંડાણ કર્યા છે.

X

ગુજરાતના ખેડૂતો હરિત ક્રાન્તિ, શ્વેત ક્રાન્તિ પછી હવે સ્વીટ ક્રાન્તિ તરફ આગળ વધી છે. આવી જ રીતે સાબરકાંઠામાં અત્યારે ખેડૂતો મધની ખેતી કરી રહ્યા છે. તેના કારણે તેમને કયા કયા ફાયદા થઈ રહ્યા છે આવો જાણીએ આ અહેવાલમાં સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકની સાથે સાથ હવે સ્વીટ ક્રાન્તિ તરફ મંડાણ કર્યા છે. જી હાં, સ્વીટ ક્રાન્તિ. જિલ્લામાં ખેડબ્રહ્મા પોશીના સહિત હિંમતનગર તાલુકામાં 3,600 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર કરાયું છે. જોકે, તેલીબિયાં પાકમાં આવતા રાઈમાં હાલ ફ્લાવરિંગનો સમય હોવાના પગલે મધમાખી માટે આ મહત્વનો સમયગાળો છે.

ત્યારે ખેડૂતો હવે રાઈના ઉત્પાદન વધારવાની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ વધુ મજબૂત થાય તે માટે મધમાખીનો ઉછેર પણ કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોનું માનીએ તો, હાલમાં મધમાખી ઉછેર કરવાના પગલે ખાનગી કંપનીઓ દ્વારા તેમને મફતમાં બીજ અપાઈ રહ્યા છે. તેમ જ મધમાખીના પગલે રાયના પાકનું ફલ્લીનીકરણ વધતા ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફરક આવ્યો છે. સાથોસાથ ખાનગી કંપનીઓ દ્વારા 200 રૂપિયાથી વધારે ભાવ આપી રાઈનો પાક ખરીદવાના કરાર પણ થઈ રહ્યા છે, ત્યારે હવે રાઈના પાકથી ખેડૂતોને આર્થિક સદ્ધરતા મેળવી રહ્યા છે.

Next Story