સાબરકાંઠા : હિમતનગરના મહેતાપુરામાં સોનીના બંધ મકાનમાં રૂ.૭૫ લાખની ચોરી, પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ જ ચોરીને આપ્યો અંજામ

હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.

New Update
સાબરકાંઠા : હિમતનગરના મહેતાપુરામાં સોનીના બંધ મકાનમાં રૂ.૭૫ લાખની ચોરી, પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ જ ચોરીને આપ્યો અંજામ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી. જેમાં ૭૫ લાખની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવીને ગણતરીના દિવસોમાં પોલીસે પિતા અને પુત્રને ઝડપી લઈ સાથે મુદ્દામાલ પોલીસે કબજે લીધા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એક બંધ મકાનમાં મોટી ચોરી થઈ હતી. જોકે પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું.મળતી માહિતી અનુસાર મનીશકુમાર સોની પરિવાર સાથે ઘર બંધ કરીને લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયા હતા. તે જ મોડી રાત્રે પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ ચોરી કરી હતી. જોકે પિતરાઈ ભાઈના ઘરમાં પિતા અને પુત્રએ ધાબા પર લોખંડની ગ્રીલથી સળિયા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં અલગ અલગ રૂમમાં સોના, ચાંદી સહિત રોકડની ચોરી કરી હતી. ત્યાર બાદ તે ધાબા પરથી દોરડા વડે પ્રવેશ કર્યો હતો. તે જ રીતે બહાર નીકળી ગયા હતા. જોકે મનીશકુમાર સોનીએ લગ્ન પ્રસંગેથી પરત આવતા ઘરમાં સરસામાન વિરવિખેર પડ્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ મથકે ૭૫ લાખની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પિતરાઈ ભાઈ આરોપી માંગીલાલ સોનીએ તેમના ઘરે અલગ અલગ રૂમોમાં સિલિંગનું કામ કરાયું હતું. જે ચોરી કરેલી મુદ્દામાલ પ્લાસ્ટર ઓફ પેરિસમાં ઇલેક્ટ્રિક બલ્બ ભરાવવાના ખાનામાં મુકવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે તપાસ કરતા ઘરમાં મુદ્દામાલ મળી આવ્યું હતું. અને પિતા અને પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. જોકે પોલીસે ચોરી 94,48,775 કુલ મુદ્દામાલ રિકવર કરીને અને પોલીસે તપાસ દરમિયાન બે આરોપી સહિત અન્ય આરોપી સંડોવાયેલા છે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest Stories