Connect Gujarat
ગુજરાત

જુઓ, મન મોહી લે તેવા સુરેન્દ્રનગર-થાનના રંગબેરંગી ટ્રેડીશનલ માટલાં, રાજ્ય બહાર પણ વધી માંગ...

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે કારીગરો દ્વારા બનાવવામાં આવાતા માટલાંની ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ ખૂબ માંગ છે.

X

હાલના ફ્રીઝના યુગમાં પણ હજુ પણ દેશી માટલાંની માંગ જોવા મળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે કારીગરો દ્વારા બનાવવામાં આવાતા માટલાંની ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ ખૂબ માંગ છે. સમય અનુસાર હાલ કારીગરો દ્વારા રંગબેરંગી ટ્રેડીશનલ માટલાં બનાવવામાં આવે છે. અહી દર વર્ષે થાનમાંથી અંદાજે 20 લાખથી વધુ માટલાંનું વેચાણ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાનું થાન આમ તો સિરામિક ઉધોગ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, ત્યારે થાનમાં હવે સિરામિક ઉધોગની સાથે સાથે કારીગરો દ્વારા બનાવેલ રંગબેરંગી માટલાં પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત બન્યા છે. ઉનાળાની શરૂઆતથી જ માટલાંની ભારે માંગ રહે છે, અને વર્ષ દરમિયાન અંદાજે 20 લાખથી વધુ માટલાંનું વેચાણ થાય છે. હાલ ઠંડા પાણી માટે ફ્રીઝના ઉપયોગ વચ્ચે પણ માટલાંની માંગ જળવાઇ રહી છે. કારણ કે, થાનની લાલ માટીમાંથી બનાવવામાં આવતા આ માટલાંમાં બારેમાસ એક સરખુ ઠંડુ પાણી રહે છે, અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે ફ્રીઝના પાણી પીવાથી લોકોને સંતોષ નથી મળતો, પરંતુ આ લાલ માટલાંનું એક ગ્લાસ પાણી અમ્રુત જેવું મીઠું લાગે છે. ફ્રીઝના ઠંડા પાણી અને પ્લાસ્ટિકના આક્રમણ સામે ટકી રહેવા થાનના કુશળ કારીગરો દ્વારા માટલાંમાં પણ વિવિધતા લાવવામાં આવી છે. પહેલા સાદા જ માટલાં બનાવવામાં આવતા હતા, જ્યારે હવે હાલ રંગબેરંગી ટ્રેડીશનલ માટલાં બનાવવામાં આવે છે. તે ઉપરાંત કાર્ટુન અને વોટર જગ જેવા માટલાં પણ બનાવવામાં આવે છે. વોટર જગ માટલાંની શોધ થાનના કારીગરો દ્વારા કરવામાં આવી છે, જે પ્લાસ્ટિકના જગની જેમ આ વોટર જગ માટલાં ગમે ત્યાં સરળતાથી લઇ જઇ શકાય છે. થાનના અ પ્રખ્યાત માટલાં સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યમાં જાય છે. થાનનો માટલાં ઉધોગ શહેરના અંદાજે 10 હજારથી વધુ લોકોને રોજગારી પણ આપે છે, અને થાનના આ રંગબેરંગી માટલાં ખરેખર મન મોહી લે તેવા દેખાય છે.

Next Story