Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ 48 ટકા વરસાદની ઘટ

બે સપ્તાહના વિરામ બાદ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ 48 ટકા વરસાદની ઘટ
X

બે સપ્તાહના વિરામ બાદ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે ડાંગ, વલસાડમાં અતિભારે, જ્યારે પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

શુક્રવારે નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, દાહોદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આગામી 22 ઓગસ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ શક્યતા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની 48 ટકા ઘટ છે.

અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, સુરેંદ્રનગર જિલ્લા એવા છે. જ્યાં વરસાદની હજુ પણ 50 ટકાથી વધુ ઘટ છે.

આ વર્ષે ચોમાસું ભલે વહેલું શરૂ થયું હોય, પરંતુ અત્યાર સુધી ચોમાસાનું સાધારણ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 38.05 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ગયા વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીએ 46 ટકા ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે.

જોકે, ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તો 15 જિલ્લાઓમાં 50 ટકાથી પણ વધારે વરસાદની ઘટ છે. જ્યારે 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. અને માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અને ઝોન પ્રમાણે જોઈએ તો આ સીઝનમાં કચ્છ ઝોનમાં અત્યાર સુધી 31.74 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 31.30 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 36.70 અને દક્ષિણ ગુજરાતમાં 43.49 ટકા વરસાદ નોધાયો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 34.27 ટકા વરસાદ જ વરસ્યો છે.

Next Story