Connect Gujarat
ગુજરાત

અમદાવાદ પોલીસ માટે વિશેષ યોજના લાગુ, 1 કરોડનો વીમો મળશે ફ્રી,જાણો સમગ્ર વિગત

અમદાવાદમાં ચાલુ નોકરીએ આકસ્મિત મૃત્યુ પામનારા પોલીસ કર્મી-અધિકારીના પરિવારને હવે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટી અને જૂથ વીમા ઉપરાંત વધારાના રૂ.30 લાખથી 1 કરોડ રૂપિયા મળશે.

અમદાવાદ પોલીસ માટે વિશેષ યોજના લાગુ, 1 કરોડનો વીમો મળશે ફ્રી,જાણો સમગ્ર વિગત
X

અમદાવાદમાં ચાલુ નોકરીએ આકસ્મિત મૃત્યુ પામનારા પોલીસ કર્મી-અધિકારીના પરિવારને હવે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટી અને જૂથ વીમા ઉપરાંત વધારાના રૂ.30 લાખથી 1 કરોડ રૂપિયા મળશે. કેટલીક નેશનલાઈઝ બેન્કોએ પોલીસ વિભાગ માટે સ્પેશિયલ સેલરી એકાઉન્ટ ખોલવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસકર્મીને રૂ.30 લાખથી 1 કરોડનો વીમો ફ્રી માં કરવામાં આવી રહ્યો છે

અમદાવાદમાં અત્યારસુધી કોન્સ્ટેબલ થી માંડીને ડીવાયએસપી સુધીના પોલીસકર્મી-અધિકારી જો 10 વર્ષની નોકરી દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને રૂ.7-8 લાખથી માંડીને 20 લાખ સુધી જ મળતા હતા, પરંતુ આ યોજના હેઠળ હોવાથી વધારાના રૂ.30 લાખથી 1 કરોડ મળશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ડીસીપી મુકેશ પટેલની આગેવાનીમાં એક ટીમ બનાવી હતી, તેમણે જુદી જુદી બેંકના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં બેંક પોલીસના સેલેરી એકાઉન્ટ પર ખાસ વીમા યોજનાનો લાભ આપવા સંમત થઇ હતી. આ યોજના અમલમાં આવે તે પહેલાં લગભગ 8 હજાર પોલીસકર્મી-અધિકારીના સેલરી એકાઉન્ટ જુદી જુદી બેંકમાં ચાલુ હતા. ગુજરાતના 14 પોલીસકર્મીના પરિવારને આ યોજના હેઠળ વધારાના રૂ. 30 લાખ મળી ચૂક્યા છે જ્યારે 2 પોલીસકર્મીને 1-1 કરોડ ચૂકવવા માટે કાગળ પર કાર્યવાહી ચાલી રહી છે. જેથી ગુજરાતના તમામ પોલીસકર્મીઓ-અધિકારીને જુદી જુદી નેશનલાઈઝ બેંકમાં સેલરી એકાઉન્ટ ખોલાવીને આ વીમા યોજનાનો લાભ લેવા માટે ઉપરી અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

Next Story