Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન, વાંચો નિયમો...

વધતા જતા કોરોનના કારણે ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન, વાંચો નિયમો...
X

વધતા જતા કોરોનના કારણે ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન ઉતરાણના પર્વને અનુલક્ષીને બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, કોઇપણ વ્યક્તિ પોતાના મકાનના ધાબાં પર પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણ ઉજવે તે સલાહભર્યું છે. સોસાયટી બહારની વ્યક્તિઓ જો કોઈના ઘરે આવીને ઉત્તરાયણ ઉજવે તે ધ્યાનમાં આવશે તો તે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પગલાં લેવાશે.

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર, જાહેર સ્થળો પર ખુલ્લા મેદાન કે, રસ્તા પર એકત્રિત થઇને ભીડમાં પતંગ ચગાવી શકાશે નહીં. આ ઉપરાંત ધાબાં પર મ્યુઝિક સિસ્ટમ કે, ડીજેના કારણે ભીડ ભેગી થઇ શકે તેમ હોવાથી તેમ કરી શકાશે નહીં. આ દરમિયાન પોલિસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પોતાના સંબંધિત વિસ્તારોમાં ગાઇડલાઇનનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે. જો કોઇ સ્થળે આ નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પતંગ બજારોમાં પણ ભીડ નિયંત્રણનું ધ્યાન લોકોએ તથા બજારમાં પતંગ વેચતાં વેપારીઓએ રાખવાનું રહેશે. નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં 10 વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે.

Next Story