રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ઉજવણી
79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરાય
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરી સલામી અપાય
દિલધડક બાઇક સ્ટંટ, તલવાર રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા
79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરવામાં આવી હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાનમાં સહભાગી બનવા સૌકોઈને અપીલ કરી હતી.
આજના મુખ્ય સમારોહમાં "બાપુના પગલે તિરંગા ભારત" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 કલાકાર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી. જેમાં ખાસ કરીને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસ સહિતની પોલીસ પરેડએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો સહિત નગરજનોએ આઝાદીના આ મહાપર્વને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.