Connect Gujarat
ગુજરાત

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો, વિધાનસભા ચૂંટણી સુધી DGP રહેશે

31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂૂક કરાઈ હતી.

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો, વિધાનસભા ચૂંટણી સુધી DGP રહેશે
X

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાને વધુ આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે.આમ, હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસવડા તરીકેની જવાબદારી નિભાવશે.31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂૂક કરાઈ હતી.2 વર્ષ પહેલાં એક નિયમ બનાવાયો હતો, જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે 2 વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો.

એના આધારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પણ બે વર્ષમાં સમય ખૂટતો હોય તેવા રાજ્ય પોલીસવડાને એક્સટેન્શન આપવામાં આવ્યાં છે. આમ, હવે તમામ રાજ્યના પોલીસવડાઓને બે વર્ષમાં જેટલો સમય ખૂટતો હશે એ નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે. આ અગાઉ આશિષ ભાટિયા સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસવડાપદેથી હટવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સરકારે એ સમયે તેમની આ વાતને નકારી દીધી હતી, પરંતુ હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસવડાની અટકળો પર હાલપૂરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે. આશિષ ભાટિયા અગાઉ મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, તેમની જગ્યા અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પોલીસવડા બનવાનું નિશ્ચિત હતું, પરંતુ હવે તેમને પોલીસવડા બનવામાં સમય લાગશે અને હવે ભાટિયાના વડપણ હેઠળ 2022ની ચૂંટણી પૂરી થાય એમ લાગી રહ્યું છે.

Next Story