ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છુક મહિલા ઉમેદવારો માટે સોલ્જર જનરલ ડ્યુટી (વુમન મીલેટ્રી પોલીસ)ની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ સરેરાશ ૪૫% સાથે તેમજ દરેક વિષયમાં ૩૩% ગુણ જરૂરી , જન્મ તા: ૦૧/૧૦/૨૦૦૦થી તા. ૦૧/૦૪/૨૦૦૪ બન્ને તારીખ સહીત અથવા વચ્ચે હોવી જોઈએ. લધુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. અને વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ રહેશે. વધુ માહિતી માટે તેમજ ભાગ લેવા ઈચ્છુક મહિલા ઉમેદવારોએ તા. ૨૦/૭/૨૦૨૧ સુધીમાં ભારતીય સેનાની ઓફીશ્યલ વેબસાઈટ www.joinindianarmy.nic.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એન.સી.સી. પ્રમાણપત્ર ધરાવતી મહિલાઓ માટે બોનસ ગુણ મળવાપાત્ર છે.
માર્ગદર્શન હેતુસર રોજગાર સેતુ હેલ્પ લાઈન નંબર -૬૩૫૭૩ ૯૦૩૯૦ પર કોલ કરી વધુ માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત મદદનીશ નિયામક ( રોજગાર ) કચેરી, સી -૫ , બહુમાળી , નાનપુરા , સુરત ખાતે ઓનલાઈન ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યું છે સુરત જીલ્લા રોજગાર અધિકારી પારૂલ એલ.પટેલ દ્વારા જીલ્લાની યુવતીઓ આ લશ્કરી ભરતી રેલીમાં વધુમાં વધુ ઉમેદવારી નોધાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.