Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળામાં 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન "17મી ગ્રામીણ ઓલમ્પિક"નું કરાયું આયોજન

સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના લોકમેળામાં ૧લી સપ્ટેમ્બર થી ૩જી સપ્ટેમ્બર દરમિયાન "૧૭મી ગ્રામીણ ઓલમ્પિક"નું આયોજન કરવામાં આવ્યું છે.

X

સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના લોકમેળામાં ૧લી સપ્ટેમ્બર થી ૩જી સપ્ટેમ્બર દરમિયાન "૧૭મી ગ્રામીણ ઓલમ્પિક"નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ ગ્રામીણ ઓલમ્પિકમાં વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવશે.

કોરોનાના કપરા કાળ બાદ આ વર્ષે સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો થવા જઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી કરી લેવામાં આવી છે ત્યારે આ વર્ષે તરણેતરના મેળામાં 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર દરમિયાન ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત રમતો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રસ ધરાવતા રમતવીરોએ 22મી ઓગસ્ટ 2022 સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે.વિશ્વ વિખ્યાત તરણેતરના લોકમેળામાં ૧લી સપ્ટેમ્બર થી ૩જી સપ્ટેમ્બર દરમિયાન "૧૭મી ગ્રામીણ ઓલમ્પિક"નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ ગ્રામીણ ઓલમ્પિકમાં કબડ્ડી, ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, નારિયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, રસ્સા ખેંચ જેવી વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવશે. આ તમામ રમતોમાં વિજેતા બનતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

Next Story