Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરનાર મુંબઇની ઈરાની ગેંગના 4 સાગરિતો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરનાર મુંબઇની ઈરાની ગેંગના 4 સાગરિતોne ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર : રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરનાર મુંબઇની ઈરાની ગેંગના 4 સાગરિતો ઝડપાયા
X

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે રાજકોટમાંથી સોનાના બિસ્કીટની ચીલઝડપ કરનાર મુંબઇની ઈરાની ગેંગના 4 સાગરિતો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઈ રહેતા અને ચોરી લૂંટની ઘટનાને અંજામ આપી રાતોરાત કરોડપતિ બનવાના સપના સેવતા મુંબઈના 4 શખ્સો ઈરાની ગેંગના સાગરિતો બની ગયા હતા. ઈરાની ગેંગના સાગરિતોએ અગાઉ જામનગર, લીંબડી અને ત્યારબાદ તાજેતરમાં રાજકોટ ખાતે કરણસિંહજી હાઇસ્કુલ પાસેથી એક વ્યક્તિને પોલીસની ઓળખ આપી, આ શખ્સોએ સોનાના પાંચ બિસ્કીટ પડાવી લીધા હતા. રૂ. ૨૪.૨૫ લાખની કિંમતના પાંચ બિસ્કીટ લઈ હુન્ડાઈ કારમાં રાજકોટથી નીકળી ધાંગધ્રા તરફથી આવી રહ્યાની સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાને માહિતી મળી હતી. આથી ડીવાયએસપી હિમાંશુ દોશીની રાહબરી હેઠળ સુરેન્દ્રનગર એ' ડિવિઝન પોલીસ મથકના પીઆઈની સૂચનાથી એ' ડિવિઝનની સર્વેલન્સ ટીમ દુધરેજ નજીક કેનાલ પાસે વોચમાં ગોઠવાઈ હતી. એ દરમ્યાન પોલીસના નેત્રમ સીસીટીવી કેમેરામાં મુંબઈ પાસિંગની i10 કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવી તલાશી લીધી હતી. સુરેન્દ્રનગર એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમએ કારની તલાશી લેતા રોકડા રૂપિયા 25000 અને 6 મોબાઇલ તથા પાંચ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. સુરેન્દ્રનગર એ' ડિવિઝન પોલીસના સકંજામાં મુંબઈના 4 રીઢા શખ્સો આવી જતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની પોલીસે શક્યતા સેવી છે. આ ઘટના અંગેની સુરેન્દ્રનગર ડિવિઝનના ડીવાયએસપી હિમાંશુ દોશી અને પીઆઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. સુરેન્દ્રનગર પોલીસે ચારેય શખ્સોને હિરાસતમાં લઈ રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતાં કેટલાક વધુ ગુન્હાનો ભેદ ઉકેલાવાની પોલીસે શક્યતા સેવી છે.

Next Story