Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસ મથકે રેન્જ આઇજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન, પોલીસ પરેડ અને ફૂલોથી કરવામાં આવ્યું સ્વાગત...

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ મથકે રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા

X

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવી પહોચતા ચોટીલા પીઆઈ અને સ્ટાફ દ્વારા પોલીસ પરેડ અને ફૂલોથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ મથકે રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા એસપી ડો. ગિરીશ પંડ્યા અને ડીવાયએસપી સી.પી.મુંધવા હાજર રહ્યા હતા. ચોટીલા પીઆઈ અને સ્ટાફ દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવનું પોલીસ પરેડ અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સારી કામગીરી કરનારા પોલીસ કર્મીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પરિવારની મહિલાઓ અને કર્મચારીઓ સાથે રેન્જ આઈજીએ બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળી હતી. પોલીસ લાઈનના આવાસોમાં સ્વચ્છતા જાળવવી અને 10મા ધોરણ સુધી બાળકોને મોબાઈલ ફોન ન આપવા તેમજ રાત પડે એ પહેલા બાળકોને ઘરે બોલાવી લેવાની રેન્જ આઈજીએ સૂચના આપી હતી. પોલીસ લાઈનમાં માત્ર 24 જેટલા જ આવાસો છે. તેની સામે ચોટીલા અને મોટી મોલડી પોલીસ સ્ટેશનના 110 જેટલા પોલીસ કર્મીઓ છે. તેથી ઘણા પોલીસ કર્મીઓને અપડાઉન કરવું પડી રહ્યું છે. આથી પોલીસકર્મીઓના રહેણાંક માટે આવાસ બનાવવામાં આવે તેવા પ્રયાસ કરાશે તેમ તેમણે જણાવ્યુ હતું


Next Story