સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મંદિરના મહંત પરિવારના ગૌતમગીરી ઉર્ફે ગોપી મહારાજ ઘનશ્યામગીરી ગોસાઇનું ચાર શખ્સોએ મારીમારીને અપહરણ કર્યું હતું.આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગૌતમગીરીએ અંદાજે સાત વર્ષ પહેલા મિત્રને વ્યાજે પૈસા અપાવ્યા હતા.જે પૈસા પરત ન કરતા વ્યાજખોરો દ્વારા ઉઘરાણી મામલે ગૌતમગીરીનું અપહરણ કરી ખંડણીની માંગણી કરી હતી.જેમાં અપહરણના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અપહરણ કરનાર આરોપીઓમાં યુવરાજ જગુભાઇ ખાચર, સત્યરાજ જગુભાઇ ખાચર, હરેશ દનકુભાઇ જળુ અને એક અજાણ્યા શખ્સનું નામ સામે આવ્યું છે.અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.