સુરેન્દ્રનગર: વીર સાવરકરની ટીશર્ટ મામલે ફરિયાદ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું 8 ચોપડી પાસ ગૃહમંત્રી..

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું

New Update
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આઠ ચોપડી અભણ ગૃહમંત્રી અમારા આગેવાનો ઉપર ખોટા કેસો કરી રહ્યાં છે

કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા

સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગાયાત્રા દરમ્યાન વિદ્યાર્થીઓના શરીર પર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર વાળી કેસરી ટીશર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને વિદ્યાર્થીઓએ પહેરેલી સાવરકરની ટીશર્ટ દૂર કરી હતી. આ મામલે વિવાદ થતા શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ બાબતે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠ ચોપડી અભણ ગૃહમંત્રીને ગુજરાત ન્યાયયાત્રામાં લોકોનો સાથ, સહકાર અને સમર્થન મળી રહ્યું છે, ત્યારે એટલે કોઈપણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસો કરી રહ્યાં છે. કેસ કરવો હોય તો મોરબી અને અગ્નિકાંડના જવાબદારો સામે કેસ કરવા જોઈએ.
Latest Stories